હો રાજ's image
1 min read

હો રાજ

Ravji PatelRavji Patel
0 Bookmarks 111 Reads0 Likes

હો રાજ રે હું તો તળાવ પાણી ગૈતા-એ ઢાળમાં ગાવા માટે

મારા રળજી રે અમોને કૂવે પાણી મોકલ્યાં,
અમારે ન'તું જવું ને તો ય તમે ધક્કેલ્યાં!
કાળજકૂણા કાંટા વાગ્યા...
મારા રળજી રે અમારી પરવાળાની પાની,
દેડકો જોઈ ગયો ઉઘાડી - તીતીઘોડે પાડી તાલી
કાળજકૂણા કાંટા વાગ્યા...
મારા રળજી રે કાંટા છાનામાના વાગ્યા
નબળા મેળ વગરના પાક્યા-
કાળજકૂણા કાંટા વાગ્યા...
મારા રળજી રે તમે જૈ રશિયે તાર કરાવો (કે)
ઝટઝટ ચાંદલિયો મંગાવો, મારી પાનડિયો ઢંકાવો
કાળજકૂણા કાંટા વાગ્યા...
મારા રળજી રે તમારા હોઠ તણો શો હધડો
પોપટ-પેટ કપાવી લાવો, નાજુક પાની પર બંધાવો
કાળજકૂણા કાંટા વાગ્યા...
મારા રળજી રે વચમાં મંદિરના શ્રીજીએ
મારી પાનીને પંપાળી-ઓય મા પાંપણથી પંપાળી
કાળજકાંટા અમને વાગ્યા...
મારા રળજી રે અમારે ન'તું જવું ને તોયે તમે ધક્કેલ્યાં
કૂવે પાણી ભરવા ઠેલ્યાં-અમને કાળજકાંટા વાગ્યા.

No posts

Comments

No posts

No posts

No posts

No posts