ભાઈ રે's image
1 min read

ભાઈ રે

Rajendra ShahRajendra Shah
0 Bookmarks 281 Reads0 Likes

ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર?
નાની એવી જાતક વાતનો મચવીએ નહિ શોર!

ભારનું વાહન કોણ બની રહે ? નહિ અલૂણનું કામ,
આપણ તો બડભાગી, ખમીરનું આજ ગવાય રે ગાન;
સજલ મેઘની શાલપે સોહે રંગધનુષની કોર.

જલભરી દૃગ સાગર પેખે, હસતી કમળફૂલ,
કોકડૂં છે પણ રેશમનું, એનું ઝીણું વણાય દુકૂલ;
નિબિડ રાતનાં કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર.

આપણે ના કંઈ રંક, ભર્યોભર્યો માંહ્યલો કોશ અપાર;
આવવા દો જેને આવવું, આપણે મૂલવશું નિરધાર;
આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમોર

No posts

Comments

No posts

No posts

No posts

No posts