પતિયો's image
0 Bookmarks 98 Reads0 Likes

પતિયો :
પણે સૌ લોકની નાજુક પાની
એંઠને ઓળંગતી, અડતી નથી;
ને એમ એ સૌની નજર મારી પરે પડતી નથી.
દખ્ખણ ભણી? ના, એ દિશા તો જમતણી;
શું એમ માની કોઈનું મોં એ ભણી ર્હેતું નથી?
એ તો હવે પથ્થર, હવે શાનો મણિ ?
શું એમ માની કોઈ ખરતા તારલાને
લેખમાં લેતું નથી?
મુજ બોલને પણ કોઇ કાને
કેમ નહીં ધરતું હશે?
આ બોલની ચોપાસ
વીંટળાઈ વળ્યો છે રોગિયાનો શ્વાસ
તે એથી જતું ને આવતું
આ લોક શું ડરતું હશે?
આ હવા પર એમનું કૈં ચાલતું જો હોતને
તો શ્વાસ ક્યાંથી હોત મારા પ્રાણમાં ?
પણ એમ તો કોણે જીત્યું છે મોતને ?
ને આ હવાએ કોઇની યે વાતને
ક્યારે લીધી છે ધ્યાનમાં ?
આ લોક તો લાચાર (ને ક્યારે ન'તા ?)
ને શી હઠીલી છે હવા, હું એટલે જીવી રહ્યો;
કોહી ગયું છે પોત કાયાનું છતાં
મજબૂત એ બખિયા વડે સીવી રહ્યો.

 

No posts

Comments

No posts

No posts

No posts

No posts