કાળની કેડીએ ઘડીક સંગ's image
1 min read

કાળની કેડીએ ઘડીક સંગ

Niranjan Narhari BhagatNiranjan Narhari Bhagat
0 Bookmarks 484 Reads0 Likes

કાળની કેડીએ ઘડીક સંગ,
રે ભાઈ, આપણો ઘડીક સંગ;
આતમને તોય જનમોજનમ
લાગી જશે એનો રંગ!
ધરતીઆંગણ માનવીના આ ઘડીક મિલનમેળા,
વાટમાં વચ્ચે એક દિ નકી આવશે વિદાયવેળા!
તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા!
હૈયાનો હિમાળો ગાળી ગાળીને
વહશું હેતની ગંગ!
પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી,
કંટકપંથે સ્મિત વેરીને મ્હોરશું ફૂલની ક્યારી;
એકબીજાને જીતશું, રે ભાઈ, જાતને જાશું હારી!
ક્યાંય ન માય રે એટલો આજ તો
ઉરને થાય ઉમંગ!

No posts

Comments

No posts

No posts

No posts

No posts