મુજને's image
1 min read

મુજને

DayaramDayaram
0 Bookmarks 109 Reads0 Likes

મુજને અડશો મા! આઘા રહો અલબેલા છેલા! અડશો મા!,
અંક ભર્યાના સમ ખાઓ તો અધર તણો રાસ પાઉં;
કહાન કુંવર! સાળા છો, અડતાં હું કાળી થઈ જાઉં!"...મુજને.

"તું મુજને અડતા શ્યામ થઈશ તો હું ક્યમ નઈ થાઉં ગોરો?
ફરી મળતાં રંગ અદલાબદલી, મુજ મોરો, તુજ તોરો!"...મુજને.

"કાળી થયાનું કામ નથી, પણ લગ્ન લોકમાં ઠરશે;
લઘુ વયમાં લાંછન લાગ્યાથી બીજો વર ક્યમ વરશે?"...મુજને.

"તારે બીજા વરનું કામ શું છે? હું વર, તું વહુ ધન્ય!
જેનું લાંછન તેને વરિયે તો તો માન મળે અનન્ય."...મુજને.

સુણી એમ હરિવદની હસી ભેટ્યાં, પ્રતિ ઉત્તર ના દીધો;
હોળીની હાંસી મિષે દયાપ્રીતમ બે એ આનંદ રસ લીધો. ...મુજને

No posts

Comments

No posts

No posts

No posts

No posts