પ્રભુને મારા's image
Poetry1 min read

પ્રભુને મારા

Naresh KushwahaNaresh Kushwaha April 2, 2022
Share0 Bookmarks 125 Reads0 Likes

પ્રભુને મારા.....જગતમાં વહેતી સ્નેહની ધારા જોઉં છું.....

હું તો કણ કણમાં પ્રભુને મારા જોઉં છું.....


મીઠા મેહુલિયા તારા આવે બહુ યાદ મને......

જ્યારે ઘૂઘવતા આ દરિયા ખારા જોઉં છું......


તેજ રે અખૂટ તારાં આવે બહુ યાદ મને.....

જ્યારે આભમાં ચમકતા તારા જોઉં છું.....


રંગો સૌ સુંદર તારા આવે બહુ યાદ મને.....

જ્યારે બાગમાં ફૂલોના નજારા જોઉં છું......


આરવ અગમ તારા આવે બહુ યાદ મને......

જ્યારે વન-વગડે પંખી ગાનારા જોઉં છું......


જગતમાં વહેતી સ્નેહની ધારા જોઉં છું.....

હું તો કણ કણમાં પ્રભુને મારા જોઉં છું.....- નરેશ કુશવાહા

No posts

Comments

No posts

No posts

No posts

No posts