એ છે શિક્ષક...'s image
Share0 Bookmarks 0 Reads1 Likes
શૂન્યમાંથી ઘાટ  આપીને ઘડે એ છે શિક્ષક..
વાત કેરા મૂલ્ય ખાતર જે લડે એ છે શિક્ષક..

સાવ નાનો થઈ  પછી  સાથે  રમે  સાથે પડે,
બાળ સંગાથે સહજતાથી રડે એ છે શિક્ષક..

સાવ કાચા પીંડને  જે ભાવથી  આકાર દઈ,
જે કરુણા જિંદગી સાથે જડે એ છે શિક્ષક..

દ્રોણ પરશુરામ જેવા આ  ભુમીમાં  છે થયાં,
સત્ય સદા જીભે ધરી યુદ્ધે ચડે એ છે શિક્ષક..

જીભ આપી તો પછી  મૃત્યુ સુધી નીભાવતા,
જે વચનને કાજ પાછો ના પડે એ છે શિક્ષક..

આજે શિક્ષક દિવસ નિમિતે સર્વ ગુરુજનોને
સાદર સમર્પિત....
તા.05/09/2022
~શ્યામ...

દિલીપ ધોળકિયા,જૂનાગઢ..
94262 30244

No posts

Comments

No posts

No posts

No posts

No posts