ચાલ ફરીથી મળીએ's image
Share0 Bookmarks 73 Reads0 Likes

ચાલ ફરીથી મળીએ


ચાલને દોસ્ત આપડે મળીએ,

ફરી એ બાળપણમાં જઈએ


લખોટીં ગિલ્લીડંડા છાપોને હાથ લઈએ

સન્નાટા ભમરડાના કરીને ચહેરે હસી લાવીએ


નદી પર્વત ને થાપોદામાં ભેળા સંતાઈ જઈએ

આંધળી ચાકણની રમતમાં થોડો ટપલીદા પણ કરીએ


સાતોલિયા ને દંડો મારીને એ પીપળે ચઢી જઈએ

તળાવના એ પાણીમાં વમળ ઉભા કરીએ


પબજી સામે બાળપણની એ રમતો સૌને શીખવીએ

મોબાઈલ અટારામા મેલીને સાચ્ચી રમતો રમીએ


ચાલ ભેરું આપડે એ બચપણમાં જઈએ

બાળપણની વિસરાતી રમતો ને યાદ કરીને


#બાળપણ

#રમત

#धुलो


No posts

Comments

No posts

No posts

No posts

No posts