ઊડી's image
0 Bookmarks 155 Reads0 Likes

ઊડી ગયાં કૈં અહીંથી છોગાં.
છલકાતો પિત્તળને બેડે સૂર્ય, ગયો...
ગયું એક મોલ ભરેલું ગાડું.
પલટણ ગિલ્લી પાછળ
વકટ રેંટ મૂઠ કરતી કરતી
જતી રહી.
ઓ દૂર દૂરના લીમડા મ્હેંકે,
કોક ઘટા લીલુંછમ ટહુકે.
ખીજડે પ્હેર્યો ખૂંપ ....
લાગલ્યો
પરવોટાની ડોશીને ભૂતકાળ સાંભર્યો.
પિત્તળના બેડા પર
પાછો કૂંણો કૂંણો સૂર્ય ઊતર્યો

No posts

Comments

No posts

No posts

No posts

No posts