તમે રે's image
1 min read

તમે રે

Ravji PatelRavji Patel
0 Bookmarks 196 Reads0 Likes

તમે રે તિલક રાજા રામના
અમે વગડાનાં ચંદન કાષ્ઠ રે;
તમારી મશે ના અમે સોહિયાં-
કેવાં કેવાં દઃખ સાજણ તમે રે સહ્યાં?
કહોને સાજણ દઃખ કેવાં સહ્યાં!
તમે રે ઊંચેરા ઘરના ટોડલા!
અમે લજવાતી પાછલી રવેશ રે;
તમારી મશે ના અમે સોહિયાં-
કેવાં કેવાં દઃખ સાજણ તમે રે સહ્યાં?
કહોને સાજણ દઃખ કેવાં સહ્યાં!
તમે રે અખશર થઈને ઉકલ્યા!
અમે પડતલ મુંઝારા ઝીણી ઝીણી છીપના;
તમારી મશે ના અમે સોહિયાં-
કહોને કહોને દઃખ કેવાં પડ્યાં?

 

No posts

Comments

No posts

No posts

No posts

No posts