નક્કી અહીં આ હું રહું છું's image
3 min read

નક્કી અહીં આ હું રહું છું

Priyakant Premachand ManiyarPriyakant Premachand Maniyar
0 Bookmarks 299 Reads0 Likes

નક્કી અહીં આ હું રહું છું
નક્કી અહીં આ હું રહું છું?
આ જ સરનામે મને મળતાં બધાં પત્રો,
ભોંયતળિયે, છેક નીચે,
પોસ્ટના પરબીડિયાના જેટલી તો છે જગા;
ને ઉપરની કોક નાની ટિકિટ સરખી એક બારી,
એ થકી સૂર્યે કદી જોકે મને જોયો નથી,
એ થકી ના ચંદ્રને મેંયે વળી જોયો કદી;
એ બારી તો
અહીંતહીં બધે ઉપરનીચે વાંકાચૂકા
ર્હેતા પડોશીના બજંતા રેડિયોની રેકર્ડોને ચાલવાનો માર્ગ,
એ જ બારી પાસ વીત્યાં
આજ પ્હેલાંનાં બરાબર વર્ષ મારાં વીસ ઝૂલે,
ઝાંખી છબીમાં વર્ષ મારાં વીસ ઝૂલે,
એમાં રહેલી આંખ જુએ
કે અહો શું આ જ મારું રાચવાનું
રાચરચીલું?
ચાળીસ લગ પથરાયેલી આ જિંદગી. . .
આજ ઊઠતાંવેંત હું તે ક્યાં વિચારોમાં વહું છું ?
દિવસ જન્મ્યો ને છતાં ના દર્પણે દેખાઉં હું,
દિવસ રાતે એનું એ છે તેજ હ્યાં તો !
સ્વિચમાં સઘળું સમાયું,
સ્હેજ કટ-
કેવું પલકમાં તો બધું પ્રગટી ગયું !
પ્હેલાં પ્રથમ મુજને વિહંગો બહુ ગમે,
કેટલાં વર્ષો પરે મેં એ વસાવ્યાં,
આ પડ્યાં ટેબલ ઉપર
જેનું નહીં પીછુંય તો ફરક્યું કદી તે રંગહીન રૂનાં કબૂતર.
ને કોણ એવું માનવી કે ફૂલ જેને ના ગમે?
ખીલ્યાં ન તે કરમાય ક્યાંથી ફૂલદાનીમાં?
એની તૂટે ના દાંડલી, એ કાગદી,
કઈ રીત એ કુંતલ ભરાવું કોઈને?
એની નજીક બે ગાય નાની ધાતુની
જાત્રા વિશે માને ગમી ગઈ એ હતી,
કોને સ્મરણ સ્તન્યપાનનું?
ને મેં કદી ચાથી અલગ તો દૂધને પીધું નહીં!
ત્યાં કૃષ્ણ કરતા સ્મિત, વેજિટેબલ કંપની કેલેન્ડરે,
ત્યારે મને પણ આવતું હસવું;
શિવ-તાંડવ-નૃત્ય ચાલે આશ્રયે ડ્રગ સિંડિકેટ ઉપક્રમે!
છાજલી ભરચક ભરેલી,
રાયતાં કેરી, અથાણાં,
આડુંઅવળું કેટલું બીજું બધું,
થોડી દવાની શીશીઓ,
એકાદ-બે ખાલી પડ્યાં ઈન્જંક્ષનો,
ને બ્લેડ ઝાઝી વારની વપરાયલી;
ત્યાં પથારી આસપાસે 'ચિત્રલેખા'
બીજગુપ્તે જે ચહી, ને મેં નહીં;
ગીતા સમશ્લોકી,
આવ્યું બધું જેની મહીં તે સાંજનું છાપું,
અહીં શું નથી? પણ શા સ્વરૂપે!
ત્યાં જ પડતી બૂમ ચાની,
હું પેન શોધું-
ધર્મપત્નીને બધું બસ ગોઠવી દેવું-
'તૈયાર હું.'
તો એ કહે, 'તૈયાર હું,
આજ વહેલું છે અમારે બાલમંદિર
શનિવારનું,
બાલમંદિર ? આપણું એકે નહીં જેની મહીં !
'આ લ્યો તમારી પેન.'
પેન-
મારે હરઘડી એનું પડે છે કામ-
હું જન્મ-મૃત્યુ નોંધપોથી રાખતો.

No posts

Comments

No posts

No posts

No posts

No posts