વૈશ્યા's image
0 Bookmarks 114 Reads0 Likes

વૈશ્યા :
હું તો ભવોભવ સ્ત્રી હતી,
ને કોઇ ભવમાં તો સતી;
આજે હવે ? જાણે નનામી,
કોઇ રાધા ક્હે વળી તો કોઇ રામી!
દેહ છે, દેખાવડો ? એ તો ઉપરની છે સુગંધો;
લાગણી ? લટકાં કહો,
ને ચાલશે ક્હેશો અગર જો માત્ર ધંધો
લોક તો કૈં કૈં મળે છે, નિત નવા,
પણ હા મળે છે માત્ર સૌ ભૂલી જવા.
દિનભર ન જોતું કોઈ મોં સામું,
છતાં રાતે ન રહેતું કોઇ સરનામું.
તમે વાળ્યો હશે ક્યારેક કાગળનો ડૂચો,
ટાળ્યો હશે જે બારીએથી બ્હાર, રસ્તા પર:
પવનને પ્યાર તે પાડે ઉપાડે
જે કદી નીચો કદી ઊંચો;
કહોજી કેટલા છ સસ્તા દર!
સલામત છે તમારા મ્હેલની ભીંતે
મઢેલી કો છબી જેવી કુંવારી કન્યકા નિત્યે;
અમારી જાત જીવે છે, પ્રભુની મ્હેરબાનીથી
સદા જીવશે જ ધરતી પર,
નજર સૌ નાંખશે ને ત્યાં લગી
રોજ 'ફરતી' પર ?

 

No posts

Comments

No posts

No posts

No posts

No posts