ફેરિયો's image
0 Bookmarks 130 Reads0 Likes

ફેરિયો :
જો કે મને સૌ ફેરિયો કહે છે છતાં ફરતો નથી,
પણ એમ તો મારું નસીબે ક્યાં ફરે છે ?
એટલે આ ભીંત પણ ક્યારેક તો
મારી હવે ઈર્ષા કરે છે.
હું ફર્યાથી એમ તો ડરતો નથી,
ફરવું જ મારે હોય, સોનાપુર
અહીંથી માત્ર છે બસ સો જ ડગલાં દૂર,
પણ મરતો નથી.
હું સાત વરસોથી અહીં આ ભીંતને ટેકે
ઊભો રહું છું, દિવસ ખોયો નથી એકે;
પુરાણી એની એ આ ભીંત,
મારે એક એની પ્રીત,
ને તો પણ અજાણી આજ લાગે, આજ પ્હેલાં
માત્ર જાણે સ્વપ્નમાં દીઠી;
હજુ ગઈ કાલ સુધી જે અદેખી, એ હવે આડું
જુવે, જાણે થતું એને અહીંથી ચાલવા માંડું;
ધરે વરસોવરસ એવી ચુનાની એ ચમક મીઠી,
અને વરસોવરસ કેવું કરચલીથી વધુ
ચીતરાય આ ચાડું!
અરે, આ ભીંત પર હું ઝાડ થૈને
શીદને તે ના ઝૂક્યો ?
સાતે વસંતો વહી ગઈ ને ફૂલ હું નાહક ચૂક્યો!

 

No posts

Comments

No posts

No posts

No posts

No posts