કવિ's image
0 Bookmarks 99 Reads0 Likes

કવિ:
...બસ ચૂપ ર્હો, નહીં તો અહીંથી
ચાલવા માંડો!
તમે બોલ્યા વિના રહેશો નહીં,
તો જાઓ માનવમેદની મહીં
'દીનતા-દારિદ્ર' પર ભાષણ ભલેને લાખ ભાંડો!
એ તમારા નાટ્યના સૌ નટ અહીં જોતા નથી
જાગી જશે!
આંખો મીંચીને કંઈક એ શોધી રહ્યાં,
વાણી વિના પણ કોઈને એ કંઈક સંબોધી રહ્યાં;
ત્યાં ચૂપ જો ર્હેશો, નથી શું લાગતું
કે એમનું મૂંગું હ્રદય જે માગતું
એ હાથ પણ લાગી જશે,
ને જો અગર ર્હેશો નહીં તો સ્વપ્ન જેવું
સ્વપ્ન પણ ભાંગી જશે!

 

No posts

Comments

No posts

No posts

No posts

No posts