ભિખારી's image
0 Bookmarks 126 Reads0 Likes


ભિખારી :
આ હાથ જે સામે ધર્યો
એ હાથનો ઘડનારો પણ હાથ
એના જેટલો લાચાર ને પામર ઠર્યો,
ત્યાં કોણ કોને આપશે રે સાથ ?
કરશે કોણ કોની બંદગી ?
આ વણહસ્યે ગુજરી ગઈ છે જિંદગી,
એમાં ય હસવાનું મને એકાદ તો
જો કે મળ્યું બ્હાનું,
પ્રભુનો કેટલો તે પાડ માનું ?
ક્હો તમે એણે ઘડ્યો આ હાથ
જેણે આ જગત સરજ્યું ? જગતનો નાથ
ક્હો છો ? આ જ ને એનું જગત
કે હું ય તે જેમાં વસું ?
ને તે છતાં જો 'ના' કહો તો નહીં હસું.
'હા' તો તમે ક્યાંથી કહો ?
જ્યાં હાથ મેં સામે ધર્યો
તેવો જ તે નન્નો સર્યો!
પણ ચન્દ્રસૂરજતારલા
હું આ હથેલીમાં રમાડું, કોઈ તો આપો ભલા!
જે કેમ કે હું ક્યારનો એમાં વહું છું
કેટલા યે ભારને,
સૂનકારને.

No posts

Comments

No posts

No posts

No posts

No posts