વરસાદ's image
Share0 Bookmarks 88 Reads0 Likes

વરસાદ….આનંદ કેરી લહેરો મનને મારા હસાવે છે…..

આંગણે જ્યારે ઝરમર વરસાદ આવે છે….


શ્યામવર્ણી આ વાદળીઓ મીઠું મલપતી….

ખેડૂતની સૌ ખુશીઓ એ સંગાથે લાવે છે…..


આકાશે કોઈ વીજળી કેરા ઉજાસ પાથરી…..

રંગોની પીંછીએ ચિત્રો અવનવાં બનાવે છે…..


વગડાનો વિનોદ ઝીલાય ચાતકની ચાંચમાં….

ખેતરના ખૂણે મોરલો ગીત મધુરાં ગાવે છે…..


વરસતી બૂંદોમાં જ્યારે પલળે છે લાગણી….

પછી યાદો કોઈની, મનને મારા સતાવે છે…..


આનંદ કેરી લહેરો મનને મારા હસાવે છે…..

આંગણે જ્યારે ઝરમર વરસાદ આવે છે….- નરેશ કુશવાહા

No posts

Comments

No posts

No posts

No posts

No posts