સવાર થઈ's image
Share0 Bookmarks 83 Reads0 Likes

સવાર થઈ….


લાંબી આ લડાઈમાં અંધારાની હાર થઈ….

પથારીએ પોઢેલ જાગો! હવે સવાર થઈ….


રેલાયા છે રંગો રૂડા સૌ ઉષાના આભમાં….

મંજિલે જવા જાણે વાદળોની કતાર થઈ….


ગાઈ રહ્યાં છે પંખીડાં ગુણ મધુરા ઈશના….

સૂર એ મીઠા સાંભળી ખુશી અપાર થઈ….


ખીલી રહી છે કળીઓ સૌ સુંદર બાગમાં….

કૂણી પાંખડીએ ઝાકળ જળની ધાર થઈ…. 


કિરણો સંગાથે ચાલી પવનની મંદ લહેરો….

મહેક તાજગીની વનવગડામાં પસાર થઈ….


લાંબી આ લડાઈમાં અંધારાની હાર થઈ….

પથારીએ પોઢેલ જાગો! હવે સવાર થઈ….- નરેશ કુશવાહા

No posts

Comments

No posts

No posts

No posts

No posts