મારી ગઝલ's image
Share0 Bookmarks 202 Reads0 Likes

મારી ગઝલ........નાહક મારા એકના નામે વખણાય છે ગઝલ મારી........ 

કોઈના કાજળ કેરી કલમે લખાય છે ગઝલ મારી........


મહેકતાં ફૂલોની પાંખડીએ રોકાયા ભલે રંગો બધા........

એની સાદગીનો રંગ જોઈ હરખાય છે ગઝલ મારી........


ખીલેલા મુખ પર ઉછળવા લાગતી ખુશીની લહેરો........

એના કાને જ્યારે ધીમેથી અથડાય છે ગઝલ મારી........


હસતા હોય જે હલકા વિચારોથી એને હસવા દો.......

એના ચહેરાનું સ્મિત જોઈ મલકાય છે ગઝલ મારી.......


દૂર રહીને મન બનાવે પ્રેમની રજૂઆત કરવા રીતો.......

એની સાથે નજર મળે તો શરમાય છે ગઝલ મારી.......


જરા જોઈને દૂરથી પછી પાસે આવી બને અજાણ.......

એની આ અદાઓ જોઈ અકળાય છે ગઝલ મારી........


વગડે વરસતી રહે ભલેને વ્યોમ વાદળીઓ અવિરત.........

એના સ્નેહની સરવાણીએ છલકાય છે ગઝલ મારી.......- નરેશ કુશવાહા
No posts

Comments

No posts

No posts

No posts

No posts