મારા રામને......
આશિષ જેના રહેતા કાયમ મારા શિરે.......
મારા રામને નિહાળું હું મારા મનના મંદિરે......
મારા રામને નિહાળું છું મારા મનના મંદિરે.......
પૂજા તમારી કરવા પ્રભાતે ફૂલડાં લઈ આવું.......
એ ફૂલડાંની રે ભાતો બનાવી તમને સજાવું......
મહેકતાં ખીલ્યાં છે પુષ્પો રૂડાં સરિતાના તીરે.......
મારા રામને નિહાળું હું મારા મનના મંદિરે......
મારા રામને નિહાળું છું મારા મનના મંદિરે.......
રોજ ભાવે ભરેલા તમને સુંદર થાળ ધરાવું.......
હેતે જમોને રાઘવ મનગમતાં ભોજન કરાવું......
આસન થયાં છે પાવન વહેતાં નયનનાં નીરે.......
મારા રામને નિહાળું હું મારા મનના મંદિરે......
મારા રામને નિહાળું છું મારા મનના મંદિરે.......
જીવન તમારાં ઉજળાં એનો વારસો વધાવું.......
મર્યાદાના કરીને પાલન રીત એ રૂડી નિભાવું.......
રાહ ધરમની ભટકવી ના ચાલવું એમાં ધીરે......
મારા રામને નિહાળું હું મારા મનના મંદિરે......
મારા રામને નિહાળું છું મારા મનના મંદિરે.......
આશિષ જેના રહેતા કાયમ મારા શિરે.......
મારા રામને નિહાળું હું મારા મનના મંદિરે......
મારા રામને નિહાળું છું મારા મનના મંદિરે.......
- નરેશ કુશવાહા
No posts
No posts
No posts
No posts
Comments