જમાનામાં's image
Share0 Bookmarks 210 Reads0 Likes

જમાનામાં.........જોઈને અદાઓ આ અનેરી, પ્રેમ દંગ છે જમાનામાં.......

અહીં ચહેરે ચહેરે સ્વાર્થના, સેંકડો રંગ છે જમાનામાં......


મલકતા મુખેથી એ બોલી મીઠું, જાળો પ્રેમની પાથરે......

પણ નથી એમાં ફસાતા, નસીબ જેનાં સંગ છે જમાનામાં......


દોલત દેખીને દૂરથી આવે, સગાઈ બનાવી સગવડની......

પછી કપરી વેળાએ બને આ સંબંધો તંગ છે જમાનામાં......


વિચારો મનમાં મેલા રાખી, વિવેક વિસરાવે વ્હાલમાં.......

કાળાં તે કપટે ભરેલાં અજબ એનાં અંગ છે જમાનામાં......


ફરેબી ફૌજો સામે અડગ બની લડતી ચાહત એકલી......

સાથ એને જરા આપવા ખેલવો હવે જંગ છે જમાનામાં.......- નરેશ કુશવાહા


No posts

Comments

No posts

No posts

No posts

No posts