ચાહું છું's image
Share0 Bookmarks 178 Reads0 Likes
ચાહું છું......


સહીલે જે જુદાઈ, એવું મન ચાહું છું.....
બસ હું તમારું સુખી જીવન ચાહું છું.....


સંગાથે સદા રહેવાના વાયદા તૂટી ગયા......
છતાં છૂટે ના આશા એનું જતન ચાહું છું......


અરમાનો દિલના જ્યાં દફનાવી દીધા.....
ત્યાં ખુશીઓ ભરેલું ઘેઘૂર વન ચાહું છું.....


વિયોગની આગે જીવન જલાવી દીધાં......
મિલનના મેઘ વરસે એવું ગગન ચાહું છું......


કોઈની ચાહતના ખજાના ખાલી થયા.....
ખૂટે ના કોઈ દિ' પ્રેમનું એ ધન ચાહું છું......


સહીલે જે જુદાઈ, એવું મન ચાહું છું.....
બસ હું તમારું સુખી જીવન ચાહું છું.....


- નરેશ કુશવાહા
No posts

Comments

No posts

No posts

No posts

No posts