અધૂરી મુલાકાત's image
Love PoetryPoetry1 min read

અધૂરી મુલાકાત

Naresh KushwahaNaresh Kushwaha June 1, 2022
Share0 Bookmarks 84 Reads0 Likes

અધૂરી મુલાકાત


મારી યાદોમાં મીઠી એની વાતો રહી ગઈ.....

દૂર એ જતાં અધૂરી મુલાકાતો રહી ગઈ.....


સંગાથે જીવવાનાં મેં જોયાં હતાં સપનાં…..

જુદાઈમાં સપનાં વિનાની રાતો રહી ગઈ…..


પલકો ઝુકાવી જેનાથી એ શરમાતી હતી….

વણકહી પ્રેમની એ રજૂઆતો રહી ગઈ…..


આંખલડીએ જે છલકાતી હતી અદાઓ…..

માનસપટે અવનવી એની ભાતો રહી ગઈ…..


મોંઘેરી ચાહત મારી એને આપેલી ઉધાર…..

કરવી બાકી વ્હાલની વસૂલાતો રહી ગઈ…..


મારી યાદોમાં મીઠી એની વાતો રહી ગઈ.....

દૂર એ જતાં અધૂરી મુલાકાતો રહી ગઈ.....- નરેશ કુશવાહા

No posts

Comments

No posts

No posts

No posts

No posts