
આંખોમાં ઉદાસી મનમાં ફરિયાદ,
આજે એક ભક્તને આવી પ્રભુની યાદ
એ ભક્ત હ્દય ખોલી પ્રભુને પોતાના દુઃખો જણાવે છે
ભક્તની તકલીફો દૂર કરવા પ્રભુ એક ઉપાય બતાવે છે.
કહે પ્રભુ કે ," હે વત્સ , આજ એક દિવસ માટે કર સ્ત્રી રૂપ અંગીકાર
તારે ફક્ત બદલવાનો છે તારા મનનો આકાર "
ભક્ત વિચારે " આ તો પ્રભુ એ આપ્યું છે સહેલું કામ
આજે તો આખો દિવસ કરવા મળશે ભરપૂર આરામ"
ભક્ત જાણી લે છે એક સ્ત્રીનો નિત્યક્રમ
જાણીને થયું સ્ત્રીનું પાત્ર ભજવવામાં નહી પડે બહુ શ્રમ
અત્યંત જોશથી અને નિશ્વિત મને કરી દિવસની શરૂઆત
પણ દિવસના અંત પહેલાં જ થઈ ગઈ એની બધી ઊર્જા સમાપ્ત
મુખ પર થાક જોઈ પ્રભુ પૂછે ," હે વત્સ, શું થયું ?
આટલું સરળ કાર્ય પણ તારા માટે કઠીન રહ્યું ?"
આ સાંભળી ભક્ત કહે, "પ્રભુ તમારા સમક્ષ કરવા માગું છું એક હકીકતનો સ્વીકાર
કે તમને ફરિયાદ કરવાનો નારીનો છે વધુ અધિકાર"
એક જ વ્યક્તિ માટે આટલા પાત્રો ભજવવા કઈ રીતે શક્ય છે ?
હવે સમજાય છે કે બલિદાન એ જ સ્ત્રીના જીવનનું સત્ય છે.
એક નારીને પાડવા પડે છે પોતાના કેટલા ભાગ !
તો પણ સ્ત્રી માત્ર ઝંખે છે પામવા પોતાના સાથીનો સંગાથ
પણ એટલું જ આપવામાં પણ ઘણા પુરુષો નિષ્ફળ જાય છે
કદાચ એટલે જ સ્ત્રી સહનશીલતાની મૂર્તિ કહેવાય છે.
~ કલ્પ મોરબીયા
No posts
No posts
No posts
No posts
Comments