જીંદગીની આ સફર...'s image
Poetry1 min read

જીંદગીની આ સફર...

DILIP DHOLAKIYA "SHYAM"DILIP DHOLAKIYA "SHYAM" September 1, 2022
Share0 Bookmarks 23 Reads1 Likes
જિંદગીની આ સફર નો  સાવ ફિક્કો રંગ છે..
બે ઘડી બસ જીવવાનો આપણો તો સંગ છે.. 

એકલા આખર  તમે  દોડી અને થાકી જશો,
ચાલવું બસ  સાથમાં એ  જિંદગીનો ઢંગ છે.. 

આપવું બસ એક જીવન મંત્ર હોવો જોઈએ,
જિંદગી પણ આખરે તો લાગણીનો જંગ છે.. 

આપણે તો જળ  બનીને  ચાલવું  પડશે હવે,
આપણાં સંસ્કાર  જીવન નાવના  સારંગ છે.. 

ખોટ સાથે  જીવવું  એ  જાતનું  અપમાન છે,
જો નથી  સમજણ તમોને જિંદગી બેરંગ છે..

~શ્યામ...
દિલીપ ધોળકિયા,જૂનાગઢ 
ગુજરાત..
94262 30244

No posts

Comments

No posts

No posts

No posts

No posts