માણસ VS ભગવાન's image
Share0 Bookmarks 18 Reads0 Likes
માણસ કેટ-કેટલું રમે છે,તોયે ઈશ્વરને એ ગમે છે
જન્મ લેતાં ની સાથે જ હું અહીંયા તું ત્યાં કરે છે
ઈશ્વર ને દીધેલા કોડ ની જાણે એ મજાક કરે છે
મુઠ્ઠી બંધ રાખીને જાણે દુનિયા ની જીત ઇચ્છે છે
માતાની મમતા સામે એ પોતાની જીદ મૂકે છે!!
માણસ કેટ-કેટલું રમે છે,તોયે ઈશ્વરને એ ગમે છે
શિક્ષણ નો આરંભ થતાં જ પોતાને સૌથી આગળ ઝંખે છે
પરિણામ સારા લાવવા ક્યારેક ખોટા રસ્તા પણ સોધે છે.
ગુરુજનો નો અનાદર એ પ્રત્યેક ક્ષણે કરે છે
પોતે સર્વજ્ઞાની હોવાનો દહોડ એ ક્યાં છોડે છે
માણસ કેટ-કેટલું રમે છે,તોયે ઈશ્વરને એ ગમે છે
પરિવાર ની માવજત માં અનેક માર્ગો પર દોડે છે
પોતાને ઈશ્વર માની ને ઈશ્વર સામે હાથ ભીડે છે
કુદરત નો અનાદર કરીને પોતાની દુનિયા માં જીવ છે
પોતાને મોટો દેખાડવા એ પ્રકૃતિ ને ત્રાજવે તોલે છે
માણસ કેટ-કેટલુ રમે છે તોયે ઈશ્વરને એ ગમે છે
ઉમર ના અંતિમ પડાવ માં ચોધાર આશું એ રડે છે
નિત નવીન બીમારી થી રોજ પ્રભુ ને કોશે છે
બાણ સૈયા પર સુતા સુતા પોતાના કર્મો ને જુવે છે
ઈચ્છા મૃત્યુ માંગવા માટે એ યમરાજ ના ચરણો ચૂમે છે
માણસ કેટ-કેટલું રમે છે તોયે ઈશ્વરને એ ગમે છે
#સાહિત્ય_પ્રેમી 
#માણસ_VS_ભગવાન
#રમત
#ધુલા_ની_કલમે
#ધૂલો

No posts

Comments

No posts

No posts

No posts

No posts