
Share0 Bookmarks 63 Reads0 Likes
ચાલ જિંદગી આજે બનીએ થોડા "ફૂલ"
ભલે સમાજ સમજે આપણને "એપ્રિલ ફૂલ"
રોજ ની જિંદગી ભલે ન હોય આપડી "કુલ"
હસતા મોઢે આજે બનીશું આપડે "એપ્રિલ ફૂલ"
હિસાબોની બાકી આજે લાવીશું આગળ,
લાગણીઓ નાં ચોપડા ભલે રહી જાય પાછળ
આમનોંધ અને વાઉચર નો કરીશું આપડે ચેક
નફા નુકશાની ભૂલીને આપડે રહીશું બંને એક
વાર્ષિક હિસાબો કરતા જો દેખાય ક્યાંય ખોટ
મારા નામે ઉધારી તું રાખજે સૌને હવે ખુશ
માલ મૂડીના ખાતે હવે નથી કોઈને પુરાંત,
ગમગીન આ ચહેરાઓ પર રાખજે તું મુસ્કાન
નાંણાકીય પ્રથમ દિવસે તું લેજે એક ટેક,
સદાય ખુશીઓ રાખજે એમાં નાં રહે મીનમેક
No posts
No posts
No posts
No posts
Comments