અમદાવાદ's image
Share0 Bookmarks 27 Reads0 Likes

રાજા કર્ણદેવે વિક્સાવ્યું ને કર્ણાવતી એનું નામ,


અહમદશાહ એં બનાવ્યું જેને અમદાવાદ મહાન.

બાર બાર જેના દરવાજાં ને જેની ઉંચી એવી શાન,


યુનેસ્કો એ પણ આપયું જેને હેરિટેજ નું સન્માન.


ધન્ય જેની ધરા જ્યાં રોકાયાં મહાત્મા ગાંધી,


આઝાદીની ચળવળના પાયાં જ્યાં નાખ્યાં ઘણું વિચારી.


આવા અનેક વિરલાઓનું છેં જે કર્મ સ્થાન.


જોઈલોં સૌ મિત્રો આ છે અમદાવાદ મારું મહાન.


સાબરમતી જેની જીવાદોરી રાખેં સૌનુ ધ્યાન,


સદાય જે વહેતી રહેતી રાખી ચહેંરે મુસ્કાન.


આખો દિવસ સોની બજારે ઘડાય ઘરેણાં ઝાઝા,


દિવસ પૂરો થતાં થતાં તો બને સ્વાદિષ્ટ ચટાકા.

કંસારા બજાર ની એ કલમ કરે મધુર અવાજ


તાંબુ પીત્તળ ચાંદી સોનું વેચાય ભરી બજાર


રવિવારે ભરાય મેળો સાબરમતી નાં તટે


ભાત ભાત ની વસ્તુ નાં મોલ અહીં જ ઘટે


કાંકરિયા ની પાળેં બેસી "ધુલો" કરે વિચાર


કેમ કરીને વર્ણવું એનેં..જે છે વિશ્વમાં મહાન..


#અમદાવાદ


#કર્ણાવતી


#Recreation


#धुलो


No posts

Comments

No posts

No posts

No posts

No posts